હાલના પ્રોજેક્ટમાં React ઉમેરો

જો તમે તમારા હાલના પ્રોજેક્ટમાં કૈંક interactivity ઉમેરવા માંગો છો, તો તમારે તેને React માં ફરીથી લખવાની જરૂર નથી. તમારા હાલના સ્ટેકમાં React ઉમેરો અને ગમે ત્યાં interactive React કમ્પોનેન્ટ્સ રેન્ડર કરો.

Note

લોકલ ડેવલપમેન્ટ માટે તમારે Node.js ઇન્સ્ટોલ કરવું પડશે. જો કે તમે ઓનલાઇન અથવા તો સાધારણ HTML પેજ પર React try કરી શકો છો, વાસ્તવિક રીતે મોટાભાગના જાવાસ્ક્રિપ્ટ સાધનો જેનો તમે ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવા માંગો છો તે Node.js ની જરૂરિયાત ધરાવે છે.

તમારી હાલની વેબસાઇટના સંપૂર્ણ subroute માટે React નો ઉપયોગ કરવો

ધારો કે તમારી પાસે example.com પર એક web એપ્લિકેશન છે જે બીજી સર્વર ટેક્નોલોજીથી (જેમ કે Rails થી) બનેલું છે, અને તમે example.com/some-app/ થી શરૂ થતા તમામ routes ને સંપૂર્ણપણે React માં અમલ કરવા માંગો છો.

તેને સેટઅપ કરવા માટે અમે અહીં ભલામણ કરીએ છીએ:

1. React-આધારિત ફ્રેમવર્કનો ઉપયોગ કરીને તમારી એપ્લિકેશનનો React ભાગ બનાવો.
2. તમારા ફ્રેમવર્કના કન્ફિગરેશનમાં /some-app ને base path તરીકે સ્પષ્ટ કરો (આ રીતે: Next.js, Gatsby).
3. તમારા સર્વર અથવા પ્રોક્સીને એવી રીતે ગોઠવો કે જેથી કરીને /some-app/ હેઠળની તમામ requests તમારી React એપ્લિકેશન દ્વારા હેન્ડલ કરવામાં આવે.

આવી ગોઠવણી સુનિશ્ચિત કરે છે કે તમારી એપ્લિકેશનનો React ભાગ તે ફ્રેમવર્કમાં રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ મેળવી શકે.

ઘણા React-આધારિત ફ્રેમવર્ક ફુલ-સ્ટેક હોય છે અને તમારી React એપ્લિકેશનને સર્વરનો લાભ લેવા દે છે. જો કે, જો તમે સર્વર પર જાવાસ્ક્રિપ્ટ ચલાવી શકતા નથી અથવા ચલાવવા માંગતા નથી, તો પણ તમે તે જ અભિગમનો ઉપયોગ કરી શકો છો. તે કિસ્સામાં, તેના બદલે /some-app/ પર HTML/CSS/JS નો export સર્વ (serve) કરો (Next.js માટે next export output, Gatsby માટે ડિફોલ્ટ).

તમારા હાલના પેજના એક ભાગ માટે React નો ઉપયોગ કરવો

ધારો કે તમારી પાસે બીજી ટેક્નોલોજીથી બનેલું હાલનું એક પેજ છે (કાં તો સર્વર જેમ કે Rails અથવા ક્લાયન્ટ જેમ કે Backbone) થી બનેલું, અને તમે તે પેજ પર ક્યાંક interactive React કમ્પોનેન્ટ્સ રેન્ડર કરવા માંગો છો. React ને integrate કરવાની આ એક સામાન્ય રીત છે — હકીકતમાં, Meta પર ઘણા વર્ષો સુધી React નો મોટાભાગનો ઉપયોગ આ રીતે જ થતો હતો!

તમે આ બે સ્ટેપમાં કરી શકો છો:

1. એક જાવાસ્ક્રિપ્ટ એન્વાયર્નમેન્ટ સેટઅપ કરો કે જે તમને JSX સિન્ટેક્સ વાપરવા દે, તમારા કોડને import / export સિન્ટેક્સ દ્વારા modules માં વિભાજીત કરવા દે, અને npm package રજિસ્ટ્રીમાંથી packages (ઉદાહરણ તરીકે, React) નો ઉપયોગ કરવા દે.
2. તમારા React કમ્પોનેન્ટ્સને રેન્ડર કરો એ પેજમાં કે જ્યાં તમે તેમને જોવા માંગો છો.

ચોક્કસ પદ્ધતિ તમારા હાલના પેજ સેટઅપ પર આધાર રાખે છે, તો ચાલો અમુક વિગતો જોઈએ.

સ્ટેપ 1: મોડ્યુલર જાવાસ્ક્રિપ્ટ એન્વાયર્નમેન્ટ સેટઅપ કરો

મોડ્યુલર જાવાસ્ક્રિપ્ટ એન્વાયર્નમેન્ટ તમને તમારા React કમ્પોનેન્ટ્સને એક જ ફાઇલમાં બધો કોડ લખવાને બદલે અલગ-અલગ ફાઇલોમાં લખવા દે છે. તે તમને npm રજિસ્ટ્રી પર અન્ય ડેવલપર્સ દ્વારા પ્રકાશિત અદ્ભુત packages નો ઉપયોગ કરવાની સુવિધા પણ આપે છે — જેમાં React નો પણ સમાવેશ થાય છે! તમે આ કેવી રીતે કરશો તે તમારા હાલના સેટઅપ પર આધારિત છે:

• જો તમારી એપ્લિકેશન import સ્ટેટમેન્ટનો ઉપયોગ કરનારી ફાઇલોમાં પહેલેથી જ વિભાજિત છે, તો તમારી પાસે જે સેટઅપ છે તેનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. તપાસો કે તમારા JS કોડમાં
લખવાથી સિન્ટેક્સ એરર આવે છે કે નહીં. જો તે સિન્ટેક્સ એરરનું કારણ બને છે, તો તમારે JSX નો ઉપયોગ કરવા માટે Babel દ્વારા તમારા જાવાસ્ક્રિપ્ટ કોડને ટ્રાન્સફોર્મ કરવાની અને Babel React preset enable કરવાની જરૂર પડી શકે છે.

• જો તમારી એપ્લિકેશન પાસે જાવાસ્ક્રિપ્ટ મોડ્યુલો કમ્પાઇલ કરવા માટે હાલનું સેટઅપ નથી, તો તેને Vite દ્વારા સેટઅપ કરો. Vite સમુદાય Rails, Django, અને Laravel સહિત બેકએન્ડ ફ્રેમવર્ક સાથે ઘણા integration જાળવે છે. જો તમારું બેકએન્ડ ફ્રેમવર્ક લિસ્ટમાં નથી, તો તમારા બેકએન્ડ સાથે Vite builds ને જાતે integrate કરવા માટે આ ગાઇડને અનુસરો.

તમારું સેટઅપ કામ કરે છે કે નહીં તે તપાસવા માટે, તમારા પ્રોજેક્ટ ફોલ્ડરમાં આ કમાન્ડ રન કરો:

Terminal
npm install react react-dom

પછી તમારી મેઈન જાવાસ્ક્રિપ્ટ ફાઇલની સૌથી ઉપરના ભાગમાં કોડની આ લાઈનો ઉમેરો (તે index.js અથવા main.js કહેવાતી હશે):

import { createRoot } from 'react-dom/client';

// Clear the existing HTML content
document.body.innerHTML = '

// Render your React component instead
const root = createRoot(document.getElementById('app'));
root.render(
Hello, world

જો તમારા પેજની બધી જ કન્ટેન્ટ એક “Hello, world!” દ્વારા બદલાઈ ગઈ હોય, તો બધું બરાબર ચાલ્યું છે! આગળ વાંચો.

Note

હાલના પ્રોજેક્ટમાં પહેલીવાર મોડ્યુલર JavaScript એન્વાયરમેન્ટ ઉમેરવું થોડું અઘરું લાગી શકે છે, પરંતુ તે ખૂબ જ ફાયદાકારક છે! જો તમે અટવાઈ જાઓ, તો અમારા સમુદાય સંસાધનો અથવા Vite Chat ને અજમાવી જુઓ.

સ્ટેપ 2: પેજ પર ગમે ત્યાં React કમ્પોનેન્ટ્સ રેન્ડર કરો

અગાઉના સ્ટેપમાં, તમે તમારી મેઈન ફાઈલની સૌથી ઉપરના ભાગમાં આ કોડ મૂક્યો હતો:

import { createRoot } from 'react-dom/client';

// Clear the existing HTML content
document.body.innerHTML = '

// Render your React component instead
const root = createRoot(document.getElementById('app'));
root.render(
Hello, world

અલબત્ત, તમે ખરેખર તમારા હાલના HTML કન્ટેન્ટને ભૂંસી નાખવા માંગતા નથી!

આ કોડ કાઢી નાખો.

તેના બદલે, તમે કદાચ તમારા React કમ્પોનેન્ટ્સને તમારા HTML માં કોઈ નિશ્ચિત જગ્યાઓએ રેન્ડર કરવા માંગશો. તમારું HTML પેજ (અથવા સર્વર ટેમ્પલેટ્સ જે તેને જનરેટ કરે છે તે) ખોલો અને કોઈપણ ટેગમાં એક યુનિક id એટ્રિબ્યુટ ઉમેરો, ઉદાહરણ તરીકે:

આ તમને document.getElementById દ્વારા તે HTML એલીમેન્ટને શોધવા દે છે અને તેને createRoot માં પાસ કરવા દે છે જેથી તમે અંદર તમારો પોતાનો React કમ્પોનેન્ટ રેન્ડર કરી શકો:

import { createRoot } from 'react-dom/client';

function NavigationBar() {
// TODO: Actually implement a navigation bar
return
Hello from React!

const domNode = document.getElementById('navigation');
const root = createRoot(domNode);
root.render(<NavigationBar />);

નોંધ કરો કે index.html માંથી મૂળ HTML content કેવી રીતે સચવાયેલ છે, પરંતુ તમારો પોતાનો NavigationBar React કમ્પોનેન્ટ હવે તમારા HTML માં
ની અંદર દેખાય છે. હાલના HTML પેજ ની અંદર React કમ્પોનેન્ટ્સને રેન્ડર કરવા વિશે વધુ જાણવા માટે createRoot વાપરવા માટેનું ડોક્યુમેન્ટેશન વાંચો.

જ્યારે તમે હાલના પ્રોજેક્ટમાં React અપનાવો, ત્યારે નાના interactive કમ્પોનેન્ટ્સ (જેમ કે બટનો) થી પ્રારંભ કરવું સામાન્ય છે, અને પછી ધીમે ધીમે આગળ વધતા જવું જ્યાં સુધી આખરે તમારું આખું પેજ React થી બનેલું હોય. જો તમે ક્યારેય તે બિંદુએ પહોંચો છો, તો અમે React નો સૌથી વધુ લાભ મેળવવા માટે તરત જ React ફ્રેમવર્ક પર શિફ્ટ (migrate) થવાની સલાહ આપીએ છીએ.

હાલની નેટિવ મોબાઇલ એપ્લિકેશનમાં React Native નો ઉપયોગ કરવો

React Native ને હાલની નેટિવ એપ્લિકેશન્સમાં પણ incrementally integrate કરી શકાય છે. જો તમારી પાસે Android (Java અથવા Kotlin) અથવા iOS (Objective-C અથવા Swift) માટે હાલની નેટિવ એપ્લિકેશન છે, તો તેમાં React Native સ્ક્રીન ઉમેરવા માટે આ માર્ગદર્શિકાને અનુસરો.